ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ટૂંક સમયમાં લિટરે 150 રૂપિયાને પાર કરશે?

3 min read
Thumbnail

જો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો હાલમાં આ દર લિટરે 100 રૂપિયાની આસપાસ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ હવે એમ લાગે છે કે દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવ લિટરે 150 રૂપિયા થઇ શકે છે !

હાલમાં છેલ્લા કેટલાક વખતથી પેટ્રોલ અને ડીઝલના ભાલમાં કોઇ ફેરફાર થયો નથી. એમ મનાય છે કે દેશના અલગ-અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને કારણે ભાવમાં કશો ફેરફાર થયા નથી. પરંતુ એક સમાચાર મુજબ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોતાની અર્થવ્યવસ્થાને પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી બચાવવા માટે રશિયાએ સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ વેચવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. તેનાથી ભારત અને ચીન જેવા કાચા તેલના મોટા ઉપભોક્તા દેશોને ફાયદો થયો હતો, પરંતુ હવે આ સિસ્ટમ ટૂંક સમયમાં બંધ થઇ જાય એવા સંકેત મળી રહ્યા છે. આ જ કારણ છે કે પશ્ચિમી દેશો રશિયાથી આવતા ક્રૂડ ઓઈલના ભાવને સીમિત કરવાનું વિચારી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું તેની અસર ભારત પર પણ પડશે અને શું ભારતમાં પેટ્રોલના ભાવ વધશે?

યુરોપિયન યુનિયનના દેશોએ રશિયન ક્રૂડ ઓઈલની કિંમત બેરલે 65 થી 70 ડોલર નક્કી કરવાનો નિર્ણય મનોમન કરી લીધો છે. આ કિંમત રશિયામાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનની કિંમત કરતાં પણ વધુ છે. આટલી ઉંચી પ્રાઈસ કેપ લાદવાથી રશિયાના ક્રૂડ ઓઈલના કારોબારને નુકસાન થવાની સંભાવના છે, પરંતુ રશિયા હાલમાં જંગી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું છે, તેથી શક્ય છે કે આ પગલાની વધુ અસર ન થાય.

મળતા અહેવાલો અનુસાર G7 દેશો પહેલા રશિયન ક્રૂડ ઓઈલની કિંમત લિટરે 65-70 ડોલરની મર્યાદામાં નક્કી કરી શકે છે. જ્યારે ઘણા યુરોપિયન યુનિયનનાદેશો માને છે કે આ કિંમત રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલાની સરેરાશ કિંમતની બરાબર છે. પરંતુ એ કિંમત હાલની પરિસ્થિતિઓ જોતાં ઘણી વધારે છે. આ સંદર્ભે બુધવારે યુરોપિયન યુનિયનના રાજદૂતોની બેઠક યોજાઈ હતી. રશિયન તેલ પર ભાવ મર્યાદા મુકવાનું કારણ શું છે? વિચારવા જેવી વાત એ છે કે રશિયન તેલ પર આ કેપિંગની શું જરૂર હતી? વાસ્તવમાં, પશ્ચિમી દેશો વિશ્વમાં તેલની કિંમતોને મર્યાદિત કરવા સાથે સાથે રશિયાની આવકને પણ મર્યાદિત કરવા માંગે છે, જેથી રશિયા-યુક્રેન યુદ્ધમાં તેની શક્તિને ઓછી કરી શકાય. પરંતુ ભારત અને ચીન જેવા મોટા ઉપભોક્તા દેશો દ્વારા ખરીદી કરવાને કારણે રશિયા આ બાબતે બહુ ચિંતિત હોય તેવું લાગતું નથી કારણ કે તે પહેલાથી જ તેમને સસ્તા ભાવે તેલ વેચી રહ્યું છે.

જો કે, પ્રાઇસ કેપ લાગુ થયા પછી, જો કંપનીઓ આના કરતાં ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ ખરીદે છે, તો તેમને શિપિંગ, વીમો અને નાણાકીય સહાય આપવામાં આવશે નહીં. તેનાથી ઘણી વધુ સુવિધાઓ વંચિત થશે અને ક્રૂડ ઓઈલના કારોબારમાં જોખમ વધશે.

યુક્રેન યુદ્ધ બાદથી ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે. તેમને આ તેલ ભારે ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે. તેથી, પશ્ચિમી દેશોના મજબૂત મિજાજ છતાં બંને દેશો વચ્ચે તેલનો વેપાર ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રશિયન તેલની કિંમતની મર્યાદા ભારત પર પણ અસર કરશે. જો કે, જો પ્રાઇસ કેપ 65 થી 70 ડોલરની વચ્ચે રહે છે, તો ભારત માટે પણ પરિસ્થિતિ સમાન હશે કારણ કે ભારત રશિયા પાસેથી સમાન કિંમતે ક્રૂડ ઓઇલ મેળવી રહ્યું છે.

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.