આણંદ ભારતના દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને ઇન્ટિરિયર ડિઝાઇન દૂધના ટીપાંના જેવા આકાર અને રંગથી પ્રેરિત છે.
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુખ્ય વિશેષતાઓ
•પ્લેટફોર્મની લંબાઈ - 415 મીટર
•સ્ટેશનની ઊંચાઈ - 25.6 મીટર
•કુલ બાંધકામની જગ્યા - 44,073 ચોરસ મીટર
આ સ્ટેશન પર ત્રણ માળ - ભોંયતળિયું, કોનકોર્સ અને પ્લેટફોર્મ હશે, જેમાં બે બાજુ પ્લેટફોર્મ અને વચ્ચે 4 રેલ્વેના પાટા હશે. તે તમામ આધુનિક અને અદ્યતન સાધનો અને સુવિધાઓથી સજ્જ હશે. ભોંયતળિયે ટિકિટ લેવાની જગ્યા અને પ્રતીક્ષાલય, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, આરામગૃહ, માહિતી કેન્દ્રો, રિટેલ સેન્ટર્સ વગેરે હશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ -64 સાથે જોડાયેલ રોડ મારફતે સ્ટેશનનાં હાલનાં જોડાણ ઉપરાંત એનએચએસઆરસીએલે વાયડક્ટની સમાંતરે સ્ટેશનની એક તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ -64 અને બીજી તરફ રાજ્ય ધોરીમાર્ગ -150 સાથે જોડાણ માટે વધારાની જમીન સંપાદિત કરી છે.
મલ્ટિમોડલ ટ્રાફિક ઇન્ટિગ્રેશન પ્લાન તમામ વાહનોની સરળ, ઝડપી અનેસુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરે છે. પાર્કિંગ અને લેવા / મૂકવાની સુવિધાઓ માટે સ્ટેશન વિસ્તારમાં રાહદારીઓ અને મધ્યવર્તી સાર્વજનિક પરિવહન (આઇપીટી)ની અવરજવર (જેમ કે ઓટો રિક્ષા વગેરે)ને યોગ્ય ધ્યાનમાં લેવામાં આવી છે.
રાહદારી પ્લાઝાની જગ્યાની સાથે કાર, દ્વિ-ચક્રીય, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પાર્કિંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ કરવામાં આવેલા લેવા અને મૂકવાના અલગ વિસ્તારથી ખાનગી અને જાહેર પરિવહન વાહનો માટે લેવા અને મૂકવાના સમયમાં ઘટાડો થશે અને સ્ટેશન ફોરકોર્ટમાં સરળતાથી અવરજવર થશે અને કામગીરીના પીક અવર્સમાં ગીચતામાં ઘટાડો થશે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઉત્તરસંડા રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 600 મીટર પૂર્વમાં સ્થિત છે, જ્યારે સૌથી નજીકનું મુખ્ય સ્ટેશન નડિયાદ જંકશન રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ હશે, જે 54 કિમી દૂર આવેલું છે, જ્યારે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટેશનથી 70 કિમી દૂર આવેલું છે.
નિર્માણાધીન સ્ટેશનને આવવા-જવા માટેના પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન દ્વારા હબ તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારું, ઝડપી અને મુશ્કેલી વિનાનુંજોડાણ મળી શકે.
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન માટે ડિસેમ્બર 2021માં પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ 100 ટકા કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે.
About Team gujarat365
Gujarat 365 team.