અંધ બાબા વેંગાએ ભલે દુનિયા ન જોઈ હોય, પરંતુ તેમણે જે આગાહી કરી છે, તેનાથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.
બાબા વેંગાની અમેરિકા પરનો ભયાનક 9/11નો હુમલો હોય કે કોવિડ વાયરસ મહામારી જેવી અનેક ઘટનાઓની આગાહી સાચી પડી હતી. એવી જ એક આગાહીએ અત્યારે ભયનો માહોલ પેદા કર્યો છે. બાબા વેંગાની આગાહીની સાથે સાથે ઇરાન અને ઈઝરાઇલ વચ્ચે થયેલા સંઘર્ષ બાદ લોકોને બાબા વેંગાની આગાહી સાચી પડવાનો ડર લાગી રહ્યો છે.
2024 ના વર્ષ માટે બાબા વેંગાએ જે આગાહીઓ કરી છે, તે ખરેખર ડર પેદા કરે એવી છે. તેમણે આ વર્ષ માટે કરેલી આગાહીમાં જૈવિક હુમલો, યુરોપમાં આતંકવાદી હુમલા અને ત્રીજા વિશ્વ યુદ્ધનો સમાવેશ થાય છે. મોસ્કોમાં આતંકવાદી હુમલો થયો એ સાથે તેમની આતંકવાદી હુમલાની આગાહી સાચી પડી છે. હવે13 એપ્રિલની રાત્રે ઈરાને ઈઝરાયેલ પર 350 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યા પછી કેટલાક લોકો ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની આશંકા જાગી છે. જેમ જેમ મધ્ય પૂર્વમાં તણાવ અને અશાંતિ વધી રહી છે, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડવાનો ભય પણ વધી રહ્યો છે.
બાબા વેંગાએ યુક્રેન પર રશિયન હુમલાની જાણકારી પહેલા જ આપી દીધી હતી. કોરોના વાયરસ રોગચાળાના આગમન વિશે તેમની આગાહી કરતી વખતે, તેમણે એમ પણ કહ્યું હતું કે એક વાયરસ આપણા બધાને ડૂબી જશે. બાબા વેંગાની અન્ય આગાહીઓમાં 1997માં બ્રિટનની પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને 1986માં ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનાનો સમાવેશ થાય છે. હવે બાબા વેંગાએ ત્રીજા વિશ્વ યુદ્ધ આ વર્ષે થશે એવી આગાહી કરી છે, તે ખરેખર ડરાવી મુકે એવી છે.
About Team gujarat365
Gujarat 365 team.