મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે અને સાતારામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. મુંબઈમાં ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આસામમાં પૂરથી 85 લોકોનો મોત થયા છે. એ ઉપરાંત ઉત્તરાખંડમાં જોશીમઠ પાસે લેન્ડ સ્લાઈડનાં કારણે હાઈ વે બંધ થઈ ગયો હતો.
ભારે વરસાદે કારણે મુંબઈમાં પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી હતી. BMCએ લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. ભારે વરસાદની આગાહીને કારણે મુંબઈ યુનિવર્સિટીમાં નિર્ધારિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ શાળા-કોલેજો પણ બંધ રાખવાાં આવી હતી. પુણે, રાયગઢ અને નવી મુંબઈમાં પણ શાળાઓને બંધ જાહેર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે જોશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર પહાડની મોટી શિલા પડી હતી. જેના કારણે હાઇવે બંધ કરવો પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હવામાન વિભાગે મહારાષ્ટ્ર ઉપરાંત 5 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, ગોવા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત - 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ ઘણા ગામોમાં પાણી ભરાયા છે. છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયા હતા. આસામ વરસાદને કારણે વધુ 6 લોકોનાં મોત થતાં કૂલ મોતનો આંક 85 પર પહોંચ્યો હતો. રાજ્યના 28 જિલ્લાઓમાં 27.74 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા સહિત 137 જંગલી પ્રાણીઓએ જીવ ગુમાવ્યો છે.
About Team gujarat365
Gujarat 365 team.