મગજમાં ચિપ બેસાડવાથી માનવીને શું લાભ થશે ?

2 min read
Thumbnail

એલેન મસ્કે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે માનવીમાં પહેલી વખત મગજમાં ચિપ બેસાડવામાં આવી છે. ન્યુરાલિંકમાં આ ઇમ્પ્લાન્ટ થયું છે અને એ માનવી સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. "પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે," તેમણે લખ્યું હતું.

મસ્કએ કહ્યું કે ટેલિપેથી તરીકે ઓળખાતી આ ચિપથી માણસ ફક્ત વિચાર કરીને જ ફોન કે કોમ્પ્યુટરને કંટ્રોલ કરી શકશે. ન્યુરાલિંકને ગયા વર્ષે માનવ અજમાયશ માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મળી હતી. સપ્ટેમ્બરમાં, ન્યુરાલિંકે જણાવ્યું હતું કે તે પ્રારંભિક છ વર્ષની અજમાયશ માટે લોકોને શોધી રહી છે.

મસ્કના જણાવ્યા મુજબ, તે તમારા ફોન અથવા કોમ્પ્યુટર અને તેના દ્વારા લગભગ કોઈપણ ઉપકરણને ફક્ત વિચારીને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે.

ન્યુરલિંક કહે છે કે તેનો હેતુ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત લોકો માટે જીવન સરળ બનાવવાનો છે. પહેલાં આ ઇમ્પ્લાન્ટ ચિપ્સનું વાંદરાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મસ્કે 10 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "ન્યુરાલિંક ચિપ ઈમ્પ્લાન્ટને કારણે કોઈ વાંદરાઓનું મૃત્યુ થયું નથી." તેમણે કહ્યું કે કંપનીએ એવા વાંદરાઓ પસંદ કર્યા જે મૃત્યુના આરે હતા જેથી સ્વસ્થ વાંદરાઓનું જોખમ ઓછું થાય.

ન્યુરાલિંક દ્વારા તેની વેબસાઈટ પર BCI વિશે આપવામાં આવેલી માહિતી અનુસાર, જે લોકો લકવાને કારણે તેમના શરીરના અંગોની હિલચાલ પર નિયંત્રણ ગુમાવે છે તેઓ ચિપ દ્વારા કમ્પ્યુટર અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ક્ષમતા મેળવી શકે છે. તેઓ ફક્ત વિચાર કરીને જ મોબાઇલ કે કમ્પ્યુટર ઓપરેટ કરી શકશે. ભવિષ્યમાં હાથ કે પગ ન હોય તો કૃત્રિમ અંગોનો વિચાર પ્રમાણે ઉપયોગ કરવાની પણ ક્ષમતા આ પ્રકારના ઇમ્પ્લાન્ટથી મેળવી શકાશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.