દેશની રાજધાની દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં એક સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આજે સવારે 11.48 વાગ્યે પોલીસને પ્રશાંત વિહાર વિસ્તારમાંથી વિસ્ફોટની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મીઠાઈની દુકાન પાસે સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પહેલા 20 ઓક્ટોબરે રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ સીઆરપીએફ સ્કૂલની દિવાલમાં થયો હતો. સવારે બ્લાસ્ટ થતાં જ આસપાસના ઘણા લોકો જાગી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ એકથી બે કિલોમીટર સુધી સંભળાયો હતો. આસપાસના વિસ્તારોમાં 10 મિનિટ સુધી ધુમાડો રહ્યો હતો. અનેક વાહનો અને દુકાનોના કાચ તૂટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
About Team gujarat365
Gujarat 365 team.