વડોદરાના પૂર માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કારણભૂત નથી : NHSRCL

1 min read
Thumbnail

વડોદરામાં ભારે વરસાદ પડવાને કારણે ગયા અઠવાડિયે ભારે પૂર આવ્યા હતા, શહેરવાસીઓને ભારે નુકશાન અને પરેશાની વેઠવી પડી છે. આ પૂરને પગલે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં શહેરમાં આવેલા પૂર માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. પરંતુ એનએચએસઆરસીએલે સ્પષ્ટતા કરી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચાલી રહેલા પુલના નિર્માણના કામને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે તે દર્શાવતો એક ભ્રામક વીડિયો ફરતો કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં દેખાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો ચોમાસા પહેલાની છે.

આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, નદીના વહેણને સરળ બનાવવા માટે નદી પર પુલ બનાવવાની સુવિધા માટે બનાવવામાં આવેલ કામચલાઉ એપ્રોચ રોડને ચોમાસા પહેલા તોડી પાડવામાં આવ્યો હતો. એટલે તેના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હોય એમ નથી. મતલબ કે પુલના નિર્માણથી નદીના વહેણમાં કોઈ અવરોધ ઉભો થતો નથી.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.