ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આજે તા. 9 એપ્રિલથી થઇ રહ્યો છે. આ નવરાત્રી દરમ્યાન માં દુર્ગાના જુદા જુદા સ્વરૂપોની નવ દિવસ આરાધના કરાય છે. એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રીમાં માં દુર્ગાની વિધિપૂર્વક પૂજન કરવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ મળે છે. જો કે એ સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે આ નવ દિવસ દરમ્યાન કેટલાક કામો કરવા ન જોઇએ. એ કામ કયા છે, તે અંગે ચાલો જાણીએ..
1) નવરાત્રિ દરમિયાન 9 દિવસ વ્રત રાખનારા લોકોએ પલંગ પર ન સૂવું જોઈએ.
2) નવરાત્રિ દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. તેનો અર્થ એ થાય કે તામસિક ખોરાક, ડુંગળી, લસણ, માંસ, શરાબ, શરાબ વગેરેનું સેવન કરવાથી દૂર રહો.
3) નવરાત્રિ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક બાળાને આદરપૂર્વક ભોજન કરાવડાવો અને અષ્ટમી અને નવમીના દિવસે 9 નાનીછોકરીઓને ભોજન કરાવડાવો.
4) નવરાત્રી દરમિયાન કોઈપણ સ્ત્રીનું અપમાન ન કરો. દરેકને માન આપો.
5) નવરાત્રી દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. નવરાત્રિ દરમિયાન વ્રત રાખનારાઓએ આ નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
6) નવરાત્રિ દરમિયાન કોઈની સાથે જૂઠું બોલવું નહીં, દુર્વ્યવહાર કરવો ન જોઇએ, સત્ય બોલવું, માયાળુ બનવું અને ગુસ્સો કરવો નહીં.
About Team gujarat365
Gujarat 365 team.