ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારત કોની સામે રમશે ?

1 min read
Thumbnail

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડનેહરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સેમીફાઈનલમાંભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ 4 માર્ચે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 2 વાગ્યે થશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત ભારતે બાંગ્લાદેશને હરાવીને કરી હતી. 6 વિકેટથી હરાવ્યા બાદ, ભારતે પાકિસ્તાનને પણ 6 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં ભારત44 રનથી જીત્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી બધી મેચ સરળતાથી જીતી લીધી છે.

રોહિત શર્મા ત્રણેય મેચમાં ટોસ હારી ગયો હતો પરંતુ તેણે બધી મેચ સરળતાથી જીતી લીધી હતી. તેણે લક્ષ્યનો પીછો કરતી વખતે તેની શરૂઆતની બંને મેચ જીતી હતી, જ્યારે ન્યુઝીલેન્ડ સામે તે પહેલા બેટિંગ કરતી વખતે જીતી હતી. હવે, તેઓ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમિફાઇનલ અને દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ રમાશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચ પણ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.