દ્વારકાનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ કેવો છે ?

1 min read
Thumbnail

રવિવાર તા. 25 મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. દ્વારકાનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ આજકાલ કેમ ચર્ચામાં છે, એ પણ જાણવું જરૂરી છે.

આ બ્રિજ બેટદ્વારકા અને ઓખાને જોડે છે. અત્યાર સુધી બેટદ્વારકા જવા માટે જળમાર્ગનો ઉપયોગ કરવો પડતો હતો. સુદર્શન સેતુ નામનો આ બ્રિજ અઢી કિલોમીટર એટલે કે 2320 મીટર લાંબો આ બ્રિજ 978 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સુદર્શન સેતુ 27.20 મીટરની પહોળાઇ ધરાવતો ફોરલેન માર્ગ છે. આ બ્રિજની બંને બાજુ અઢી મીટર પહોળી ફૂટપાથ પણ બનાવવામાં આવી છે, તેનો ઉપયોગ બેટદ્વારકા ચાલતા જનારા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ બ્રિજ ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ પેનલ થકી એક મેગાવોટ વીજળી પેદા થશે.આ વીજળીનો ઉપયોગ બ્રિજ પર લાઇટીંગ માટે થશે. બ્રિજના મુખ્યગાળામાં બંને પાયલોન પર 20 x 12 મીટરના ચાર મોરપંખ છે. ઓખા તરફ 370 મીટર અને બેટ સાઇડ તરફ 650 મીટરનો એપ્રોચ બ્રિજ છે. બ્રિજ પર 12 સ્થળોએ પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી પણ બનાવવામાં આવી છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.