મધ્યપ્રદેશના સાગર જિલ્લાના શાહપુરમાં રવિવારે ભાગવત કથા દરમિયાન શિવલિંગ બનાવતા લોકો પર દિવાલ પડતાં નવ બાળકોના મોત થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા.
શ્રાવણ મહિનામાં શાહપુરના હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું છે. તેમાં ભાગ લેવા માટે સેંકડો લોકો આવી રહ્યા છે. રવિવાર રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં બાળકો પણ શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા. બાળકો એક જગ્યાએ બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા, આ દરમિયાન મંદિર પરિસરની નજીક આવેલા મકાનની પચાસ વર્ષ જૂની માટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દિવાલ બાળકો પર પડી, જેના કારણે નવ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
About Team gujarat365
Gujarat 365 team.