પંજાબ, ઉત્તરપ્રદેશ અને કેરળમાં પેટા ચૂંટણીની તારીખ બદલી નાંખી !

1 min read
Thumbnail

ચૂંટણી પંચે 14 વિધાનસભા બેઠકો પર યોજાનારી ઉત્તરપ્રદેશની 9 વિધાનસભા બેઠકો, પંજાબની 4 બેઠકો અને કેરળની 1 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન 13 નવેમ્બરે યોજાનારી હતી, હવે નવ દિવસ બાકી રહ્યા ત્યારે ચૂંટણી પંચે એ ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે.

ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળની વિધાનસભાની 9 બેઠકોની પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાવાની હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ 14 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરના બદલે હવે 20 નવેમ્બરે મતદાન થશે. જોકે, મતગણતરી 23 નવેમ્બરે જ થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપ અને કોંગ્રેસ સહિત રાજ્ય સ્તરની પાર્ટીઓ તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે 13 નવેમ્બરે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીની તારીખ બદલવી જોઈએ કારણ કે તે દિવસે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો છે, જેના કારણે ત્યાં ચૂંટણી યોજવામાં મુશ્કેલીઓ આવશે અને તે મતદાનની ટકાવારી પર પણ અસર કરશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.