મનોરંજનની દુનિયામાં વર્ષ 2023 એનિમલ માટે ખૂબ જ સફળ રહ્યું. પઠાણ કરતાં પણ વધુ કમાણી કરી રણબીર કપૂર અને બોબી દેઓલ સફળ રહ્યા હતા.
ગયા વર્ષે કેટલીક ફિલ્મોએ કમાણીના વિક્રમ સર્જ્યા હતા. શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ હોય કે ગદર 2, જવાન, એનિમલ અને સાલાર ફિલ્મોએ સારી કમાણી કરી સફળતાના શિખરો સર કર્યા હતા. 2023 માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો રિલિઝ થઇ, જેમાંથી બે બ્લોકબસ્ટર અને એક હિટ રહી. શાહરૂખ ખાનની ફિલ્મો પઠાણ અને જવાન આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો છે.
પરંતુ 2023 ના અંત સુધીમાં રણબીર કપૂરની એનિમલ ફિલ્મે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો અને ગયા વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. સેકનિલ્કઅનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 540.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રેકોર્ડ 31માં દિવસે રણબીર કપૂરના એનિમલ ફિલ્મે તોડી નાંખ્યો હતો.
ફિલ્મ એનિમલ એ 31માં દિવસે બોક્સ ઓફિસ પર 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ ભારતમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 544.93 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ એનિમલને હજુ પણ બોક્સ ઓફિસ પર દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર કપૂરના પાત્રો ઘણી ચર્ચામાં રહ્યા છે.
About Team gujarat365
Gujarat 365 team.