મહાકુંભમાંથી પાછી ફરતી એક બસમાં વૃંદાવનમાં આગ લાગતાં મુસાફરનું મોત નીપજ્યું હતું. બસ પ્રવાસી સુવિધા કેન્દ્રમાં પાર્ક કરેલી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટના બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બસમાં ફસાયેલા મુસાફરોએ બારીના કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતો. કેટલાક લોકો પોતાનો સામાન બચાવવા માટે બસ તરફ દોડ્યા, પરંતુ ત્યાં સુધીમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ હતી. બસની સાથે મુસાફરોનો સામાન પણ બળી ગયો હતો. બસમાં આગ લાગવા દરમિયાન તેલંગાણાના એક વૃદ્ધ મુસાફર ગુમ હોવાનું બહાર આવ્યું હતું. સાથી મુસાફરોએ જણાવ્યું કે આગ લાગી તે પહેલાં તેઓ બસમાં બેઠા હતા. આ પછી ફાયર બ્રિગેડની ટીમે વૃદ્ધ મુસાફરની શોધ શરૂ કરી. શોધખોળ દરમિયાન, ફાયર ફાઇટરોએ બસની અંદરથી વૃદ્ધ વ્યક્તિનો બળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યોહતો.
About Team gujarat365
Gujarat 365 team.