આજે મંગળવારે સવારે તમિલનાડુના વિલ્લુપુરમ રેલ્વે સ્ટેશન નજીક પુડુચેરી જતી પેસેન્જર ટ્રેનના ઓછામાં ઓછા પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, લોકો પાઇલટે ટ્રેનને તાત્કાલિક રોકી દેતાં મોટી દુર્ઘટના ટળી ગઈ. મળતી માહિતી મુજબ, રેલ્વે કર્મચારીઓએ જણાવ્યું હતું કે તમામ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈને ઈજા થઈ હોવાના કોઈ હેવાલ નથી. જો કે પાંચ ડબ્બા કેમ ખડી પડ્યા એનું કારણ તો તપાસ પૂર્ણ થયા પછી જ ખબર પડશે.
About Team gujarat365
Gujarat 365 team.