ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચારના મોત થયા છે, જ્યારે ૧૨ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, શનિવારે સવારે આગરાના ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસ પાછળથી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હતા, જ્યારે 12 મુસાફરો ઘાયલ થયા હતા. આ બસ બનારસથી આગ્રા તરફ આવી રહી હતી.
અકસ્માત સમયે બધા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. અચાનક જોરદાર આંચકો લાગ્યોહતો. આગળની સીટ પર બેઠેલા લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે, પાછળ બેઠેલા લોકોને ઈજા થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકો સાથે મળીને ક્ષતિગ્રસ્ત બસમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા હતા.
About Team gujarat365
Gujarat 365 team.