મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આ ચૂંટણી માટે 7,078 ઉમેદવારી થઈ હતી, પરંતુ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે 2,038મૂરતિયાઓએ ઉમેદવારી પાછી ખેંચતા હવે 288 બેઠકો માટે કુલ 4,140 ઉમેદવારો મેદાનમાં છે. મતગણતરી 23 નવેમ્બરે યોજાશે.
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે મંગળવારે મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં મતદારોની સંખ્યા 9.7 કરોડ છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 50022739 અને મહિલા મતદારો 46996279 છે.
આ સિવાય 1.85 કરોડ યુવા મતદારોની ઉંમર 20 થી 29 વર્ષની વચ્ચે છે. આ પૈકી 20.93 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. 12.43 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના છે. આ સાથે ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 6,031 છે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કુલ 1,00,186 મતદાન મથકો બનાવવામાં આવશે, જેમાંથી 42604 શહેરી વિસ્તારોમાં અને 57582 ગ્રામીણ વિસ્તારોમાં હશે.
CEO ચોકલિંગમે જણાવ્યું હતું કે, આચારસંહિતા લાગુ થયા બાદથી 46000 વ્યક્તિઓ સામે નિવારક પગલાં લેવામાં આવ્યા છે અને કુલ 252.42 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો, શિવસેના (અવિભાજિત) 56 અને કોંગ્રેસને 44 બેઠકો જીતી હતી. 2014માં ભાજપે 122 બેઠકો, શિવસેનાએ 63 અને કોંગ્રેસે 42 બેઠકો જીતી હતી.
About Team gujarat365
Gujarat 365 team.