ગૌતમ ગંભીર હવે આ નવી ભૂમિકા ભજવશે !

1 min read
Thumbnail

ગૌતમ ગંભીરભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતીય ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનશે. તે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.

ગંભીર ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કોચ રહેશે. જય શાહે પહેલેથી જ કહ્યું હતું કે અલગ કોચની નિમણૂક કરવામાં આવશે નહીં. ગંભીરનો કાર્યકાળ 3.5 વર્ષનો રહેશે. બીસીસીઆઈએ મે મહિનામાં અરજીઓ મંગાવી હતી. એ પછી ગૌતમ ગંભીર અને ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ ડબલ્યુવી રમનમાંથી ગમે તે એક પર પસંદગી કરવાની હતી.

હવે ગૌતમ ગંભીરની કોચ તરીકે પસંદગીની જાહેરાત કરતા જય શાહે જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીરના નામની જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે હું તેમનું સ્વાગત કરું છું. આધુનિક ક્રિકેટ ઝડપથી વિકસ્યું છે અને ગૌતમે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે. તેની સમગ્ર કારકિર્દી દરમિયાન મુશ્કેલીઓ સહન કર્યા બાદ અને વિવિધ ભૂમિકાઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યા બાદ, મને વિશ્વાસ છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.