આજે સુરતમાં ચંદ્ર જોવાની અનોખી તક ચુકશો નહીં

1 min read
Thumbnail

ચંદ્ર બહુ રૂપાળો છે. ખાસ તો પૂનમ દિવસે તો તે સોળે કળાએ ખીલી ઉઠે છે, પરંતુ ચંદ્રનો ખરેખર અભ્યાસ કરવો હોય તો એ માટે અમાસ પછીના દસેક દિવસ અને પૂનમ પછીના અમાસ નજીકના દિવસો વધુ સારા હોય છે. અત્યારે એવા જ દિવસો છે, ત્યારે સુરતમાં ચંદ્રને માણવા તથા જાણવા માટેની અનોખી તક આજે મળી રહી છે.

ચંદ્રને ટેલિસ્કોપ દ્વારા જોતાં ચંદ્રકૂંડ જોવા મળે છે. એ ચંદ્ર સાવ અનોખો જ હોય છે. આજે તા. 16 ફેબ્રુઆરી 2024 ના રોજ ચંદ્ર તથા ચંદ્રના ક્રેટરને વધુ સારી રીતે જોઇ શકાય તેમ છે. સુરત સાયન્સ સેન્ટરે આજે 16 ફેબ્રુઆરી 2024 ની સાંજે 7 વાગ્યે ચંદ્ર અને ચંદ્રકૂંડ જોવા માટે ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર નિદર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. ચાહકોએ એ સમયે સાયન્સ સેન્ટર જઇને ચંદ્રનો નજારો જોઇ શકે એમ છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.