ગૂગલ ન્યૂઝ બે કલાક બંધ રહેતાં યુઝરો પરેશાન

1 min read
Thumbnail

ગૂગલનું ન્યૂઝ સર્વિસ પ્લેટફોર્મ ગૂગલ ન્યૂઝ લાંબો સમય બંધ રહ્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ સિવાય ગૂગલ ડિસ્કવર પણ લાંબા સમય સુધી ડાઉન રહ્યું. જો કે હવે ગુગલની બંને સેવાઓ પહેલાની જેમ કામ કરી રહી છે. લગભગ 6 વાગ્યાની આસપાસ ગૂગલની આ સેવાઓ બંધ હોવાની માહિતી મળી હતી. લગભગ બે કલાક સુધી એ સેવાઓ બંધ રહી હોવાનું જાણવા મળે છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને વપરાશકર્તાઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો.

વેબ વર્ઝનની સાથે, લેટેસ્ટ ન્યૂઝ ફીડ ગૂગલ ન્યૂઝની એન્ડ્રોઇડ અને iOS એપ પર લોડ થઈ રહી ન હતી. એરર હોવાના મેસેજ આવતા રહ્યા હતા. એન્ડ્રોઇડ યુઝર્સની ગૂગલ ન્યૂઝ એપમાં લેટેસ્ટ ન્યૂઝ ફીડ લોડ થતી ન હતી. પરંતુ થોડા સમય માટે સેવા બંધ રહ્યા બાદ ફરી પૂર્વવત કરવામાં આવી છે. હવે નવી ફીડ યુઝર્સની ડિસ્કવરમાં લોડ થઈ રહી છે.

આ સિવાય ગૂગલ ડિસ્કવર પણ ડાઉન હતું. અહીં યુઝર્સ માટે ફીડમાં સમાચાર આવતા ન હતા. કેટલાક યુઝર્સે એવી ફરિયાદ પણ કરી છે કે તેમની ડિસ્કવરમાં બે દિવસ જૂના સમાચાર આવી રહ્યા હતા અને કેટલાક યુઝર્સને એરર જોવા મળતી હતી.

ગૂગલની ટ્રેન્ડ ટેલીંગ સર્વિસ પણ ડાઉન હતી. અહીં રિયલ ટાઈમ સર્ચ ટ્રેન્ડ્સ માટે ફીડ લોડ થતું ન હતું. સમાચાર સેવા બંધ હોવા અંગે ગૂગલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.