આજે 1 મેનો દિવસ વિશ્વભરમાં મજૂર દિવસ તરીકે ઉજવાય છે, જ્યારે ગુજરાતમાં એ જ દિવસ સ્થાપના દિવસ હોવાને કારણે તે અનોખો દિવસ બની રહે છે.ગુજરાત રાજ્યે એ દિવસથી વિકાસકૂચ આરંભી, તે આજ સુધી પાછા ફરીને જોયું નથી.
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની સ્થાપના 1 મેના 1960 ના દિવસે જ થઈ હતી. જો આપણે તેની સ્થાપનાના ઇતિહાસ પર નજર કરીએ, તો તે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ શરૂ થયું હતું. આ કાયદા હેઠળ, કર્ણાટક રાજ્યનો પાયો કન્નડ ભાષી લોકો માટે નાખવામાં આવ્યો હતો, આંધ્રપ્રદેશ તેલુગુ ભાષી લોકો માટે બનાવવામાં આવ્યું હતું, જ્યારે તમિલ લોકોને તમિલનાડુ રાજ્ય મળ્યું હતું. એ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો બનાવવાની માંગ પણ તેજ બની હતી. આ માટે બંને રાજ્યોમાં અનેક આંદોલનો થયા. વર્ષ 1960માં અલગ ગુજરાતની માંગ સાથે ગુજરાત આંદોલન થયું હતું. બીજી તરફ, મુંબઈમાં મહારાષ્ટ્ર સમિતિની રચના કરીને, મહારાષ્ટ્રના નવા રાજ્યની માંગ ઉભી થવા લાગી.
એ માંગ સાથે મુંબઇ કોનું હોવું જોઇએ એ અંગે પણ વિવાદ શરૂ થયો હતો. ગુજરાતની માંગ કરનારાઓ માનતા હતા કે મુંબઇ તેને મળવું જોઇએ કારણ કે ગુજરાતીઓએ મુંબઇનો વિકાસ કર્યો, જ્યારે મહારાષ્ટ્રના લોકોના મતે મુંબઇમાં સૌથી વધુ મરાઠી ભાષી લોકો છે, તેથી મુંબઇ મહારાષ્ટ્રને મળવું જોઇએ. જો કે મુંબઇ રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની બન્યું.
બંને રાજ્યો 1લી મેના રોજ તેમના રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાતની રચના થઇ ત્યારથી તેની વિકાસની ગતિ તેજ બની છે. એમ પણ ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતીઓ બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેથી ગુજરાતમાં ઉદ્યોગ ધંધાનો પણ ઘણો જ વિકાસ થયો છે. આજે ગુજરાત અનેક ક્ષેત્રે શિરમોર બની રહ્યું છે.
About Team gujarat365
Gujarat 365 team.