બે દિવસ પહેલાં જ ડાંગમાં ભારે વરસાદ પડવાને કારણે નવસારીની પૂર્ણા નદીમાંભારે પૂર આવ્યા હતા, એ બાદ મંગળવારે વાલિયામાં પણ દે’માર વરસાદ પડ્યો હતો. હવે આજે ફરીથી ચાર સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે એવી આગાહી થઈ છે.
બે દિવસ પહેલાં જ ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નવસારી જિલ્લામાં અનેક વિસ્તાર જળબંબાકાર થયા હતા. એ તસસ્વીરો પણ ચિત્રની ગંભીરતા દેખાડે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર તથા પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે વલસાડ. તાપી, નવસારી, સુરત, ભરૂચ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરે પણ છુટોછવાયો ભારે વરસાદ પડવાની સંભાવના છે. ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 6 સપ્ટેમ્બરે પણ યલો એલર્ટ જાહેર કરાયેલું છે. આ વિસ્તારોમાં છુટો છવાયો ભારે વરસાદ પડી શકે છે.
7સપ્ટેમ્બરે વલસાડ, નવસારી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડી શકે છે. એ જ રીતે 8 અને 9 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છુટોછવાયો ભારે વરસાદ પડી શકે છે. મતલબ કે આવતા સોમવાર સુધી આ બંને જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
About Team gujarat365
Gujarat 365 team.