સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અનેક શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શને આવે છે. ગુરૂવારે ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન તેમની દીકરી સાથે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા.
રવિના ટંડને સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને જલાભિષેક કરી હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવી આશીગ્વાદ લીધા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વાર રવિના ટંડનને પ્રસાદ આપી શુભાશિષ પાઠવવમાં આવ્યા હતા.
રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા કાર્યો વિશે જાણકારી મેળવી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે પ્રધાનમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો.
About Team gujarat365
Gujarat 365 team.