હિઝબુલ્લાએ દક્ષિણ લેબનોનથી ઇઝરાઈલ તરફ લગભગ 50 રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. હાલમાં જ હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાના મોત બાદ હિઝબુલ્લાહ અને ઈઝરાઈલ વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બન્યો છે. ઇઝરાઈલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં, ઇઝરાઈલની આયર્ન ડોમ સંરક્ષણ પ્રણાલી આ વિસ્તારમાં સક્રિય દેખાઈ રહી છે. જો કે હજુ સુધી આ હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. શનિવારેઇઝરાઇલે ગાઝામાં વિસ્થાપિત લોકોને આશ્રય આપતી શાળા પર હવાઈ હુમલો કર્યો, જેમાં 15 પેલેસ્ટિનિયન માર્યા ગયા. હમાસના દાવા મુજબ, ઇઝરાઈલે હમાસના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે બે હુમલા પણ કર્યા હતા, જેમાં એક સ્થાનિક કમાન્ડર સહિત નવ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
About Team gujarat365
Gujarat 365 team.