આજે હનુમાન જન્મોત્સવ, આ પૂજા કરશો તો ધનલાભ થશે

1 min read
Thumbnail

આજે હનુમાન જયંતી છે. દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી શ્રદ્ધાપૂર્વક થઇ રહી છે. સવારથી ભક્તો મંદિરમાં જઇને હનુમાનજીનું પૂજન કરી રહ્યા છે. હનુમાનની ભક્તિથી મનની તમામ ઇચ્છા પૂરી થાય છે. પરંતુ જો એક વિશેષ પૂજા કરશો તો ધનલાભ અવશ્ય થશે.

હનુમાન દાદા તો સંકટમોચક છે. 23 એપ્રિલ 2024 ના દિવસે હનુમાન જયંતી ઉજવાઇ રહી છે, ત્યારે હનુમાનજીની કૃપા મેળવવા માટે પૂજા કરવી જરૂરી છે. આજે હનુમાનજીને ચોલા ચઢાવવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અને બજરંગ બાણનો પાઠ કરવાથી ખૂબ લાભ થાય છે. ધનલાભની ઇચ્છા પૂર્તિ માટે પણ હનુમાન જયંતીનો દિવસ ખાસ છે. સામાન્ય રીતે હનુમાનજીના પૂજનમાં સિંદૂર, પીળા ફૂલ કે ધતૂરાના ફૂલ, બૂંદીના લાડવા, ઈતર અને ધજા વગેરે ચઢાવવામાં આવે છે. જો કે હનુમાન દાદાને તુલસી પણ ખૂબ પ્રિય છે. હનુમાન જયંતી પર તુલસીથી એક ખાસ પૂજા કરવાથી ધનલાભ થશે.

આજે લાલ સિંદૂરમાં ચમેલીનું તેલ નાંખો અને તુલસીના પાનથી હનુમાનજીને તિલક કરવા માત્રથી તમારા કષ્ટ દૂર થશે. હનુમાન દાદાને જે ભોગ ચઢાવો તેમાં પણ તુલસીના પાન રાખવા, એમ કરવાથી હનુમાજી પ્રસન્ન થાય છે. ધનલાભ મળે એ માટે તુલસીના પાનની માળા બનાવીને હનુમાનજીને અરપ્ણ કરવાથી પણ ખૂબ લાભ થાય છે. આટલો સરળ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. ધનલાભ પણ થઇ શકે છે. આ પૂજન શ્રદ્ધાથી કરવાથી તમામ સમસ્યાઓનું પણ નિવારણ થશે. આ પરંપરાગત પૂજનના ઉપાય છે. આ પ્રકારના પૂજનથી લાભ થવાની વાયકા ચાલતી આવી છે. જો કે કોઇ પણ દેવી દેવતાના પૂજનથી લાભ જ થાય એવી હકારાત્મક માન્યતાઓ છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.