નરેન્દ્ર મોદીને રશિયામાં એ મળ્યું કે દેશવાસીઓને ગૌરવ થાય

2 min read
Thumbnail

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ'થી નવાજવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને રશિયા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની દિશામાં તેમના અસાધારણ કાર્ય માટે 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ'થી નવાજવામાં આવ્યા હતા.

'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ' એવૉર્ડ રશિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન છે. આ એવોર્ડની શરૂઆત ઝાર પીટર ધ ગ્રેટ દ્વારા વર્ષ 1698માં કરવામાં આવી હતી. તેમણે સેન્ટ એન્ડ્રુના માનમાં આ એવોર્ડની શરૂઆત કરી. સેન્ટ એન્ડ્રુ ઈસુના પ્રથમ ઉપદેશક હતા.

ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, 'હું રશિયાના સર્વોચ્ચ સન્માનથી મને સન્માનિત કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે સદીઓ જૂની ગાઢ મિત્રતા અને પરસ્પર વિશ્વાસને શ્રદ્ધાંજલિ છે. આ અમારી રાજદ્વારી ભાગીદારી માટે સન્માનની વાત છે. છેલ્લા અઢી દાયકાથી તમારા નેતૃત્વમાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દરેક દિશામાં મજબૂત થયા છે અને દરેક વખતે નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. બંને દેશો વચ્ચે તમે જે સંબંધો બાંધ્યા છે તે સમયની સાથે વધુ મજબૂત બન્યા છે. આપણો પરસ્પર સહયોગ આપણા લોકો માટે સારા ભવિષ્યની આશા પણ બની રહ્યો છે.

યાદ રહે કે આ પહેલાં વડાપ્રધાન મોદીને વર્ષ 2016માં અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન, ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઈન દ્વારા ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન, ઓક્ટોબર 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુએન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને એપ્રિલ 2019 માં UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયેદ અને એપ્રિલ 2019 માં જ રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં વડાપ્રધાન મોદીને જૂન 2019માં માલદીવ્સ દ્વારા ઑર્ડર ઑફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઑફ ઇઝ્ઝુદ્દીન,ઑગસ્ટ 2019માં બહેરીન દ્વારા કિંગ હમદ ઑર્ડર ઑફ ધ રેનેસાં, ડિસેમ્બર 2020માં યુએસ દ્વારા લિજન ઑફ મેરિટ અને ભૂટાન દ્વારા ઑર્ડર ઑફ ધ ડ્રેગન કિંગ એનાયત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2021 માં. અને આ વર્ષે મે મહિનામાં તેમને ફિજી દ્વારા ઓર્ડર ઓફ ફીજી અને પાપુઆ ન્યુ ગિની દ્વારા ઓર્ડર ઓફ લોગોહુથી નવાજવામાં આવ્યા હતા.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.