રાવણને દુષ્ટતાનું પ્રતિક ગણવામાં આવે છે અને તેને કારણે જ તમામ અનિષ્ટોનો નાશ થાય એ માટે દશેરા દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના સાંગોલા ગામમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. સાંગોલા જ નહીં, પણ કાનપુરના શિવાલયમાં રાવણની પૂજા કરવામાં આવે છે. રાજસ્થાનના મંડોર અને હિમાચલના બૈજનાથમાં પણ રાવણના મંદિરો છે.
જો કે મહારાષ્ટ્રના અકોલામાં રાવણની વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં રક્ષરાજની પ્રતિમા પણ છે. સાંગોલા ગામના લોકોનું માનવું છે કે દર શનિવારે અને દશેરાએ રાવણની મૂર્તિ જીવંત થાય છે. ગામલોકો માને છે કે દશનન રાવણ માત્ર એક મહાન રાજા અને યોદ્ધા જ નહીં પરંતુ એક વિદ્વાન તેમજ કલાકાર પણ હતો, તેથી તેઓ તેના સકારાત્મક પાસાઓની પૂજા કરે છે.
સંગોલામાં લગભગ 350 વર્ષ પહેલા આ વિસ્તારમાં એક ઋષિ રહેતા હતા. જ્યારે ઋષિ બ્રહ્માલિન બન્યા ત્યારે ગ્રામજનોએ તેમની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું. શિલ્પકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું, તો તેણે ઋષિની જગ્યાએ દસ માથાવાળા રાવણની પ્રતિમા બનાવી દીધી. આ પ્રતિમા પાંચ ફૂટ ઊંચી છે. જ્યારે ઋષિની જગ્યાએ રાવણની પ્રતિમા બનાવવામાં આવી હતી, ત્યારે ગામલોકો તેમને ભગવાન માનતા અચકાતા હતા. ગ્રામજનોનું સ્વપ્ન હતું કે ગામમાં રાવણની મૂર્તિ લાવવામાં આવે. ગામલોકો તેને બળદગાડામાં લઈને તેમના ગામ તરફ આગળ વધ્યા. જ્યારે બળદગાડું ગામની સીમમાં પહોંચ્યું, ત્યારે બળદોએ આગળ જતા ન હતા. વધવાની ના પાડી હતી. લગભગ 300 વર્ષથી લોકો સતત રાવણની પૂજા કરે છે. આ મંદિરમાં દર શનિવારે પૂજા માટે ભીડ જામે છે. દશેરાના દિવસે તેની વિશેષ પૂજા કરવામાં આવે છે.
About Team gujarat365
Gujarat 365 team.