પેરાલિમ્પિકમાં ભારતે 25 મેડલ જીતી લઈ વિક્રમ સર્જ્યો

1 min read
Thumbnail

ભારતના પેરા જુડો ખેલાડી કપિલ પરમારે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કપિલે પુરુષોની 60 કિગ્રા જે1 ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને 10-0થી હરાવ્યો હતો અને બ્રોન્ઝ મેળવવામાં સફળ રહ્યો હતો.

કપિલે ઈતિહાસ પણ રચ્યો કારણ કે તે પેરાલિમ્પિક્સ કે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતનો પહેલો જુડોકા છે. આ રીતે ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં તેની મેડલ સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. ભારતે પેરિસ ગેમ્સમાં અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

પરમારે 2022 એશિયન ગેમ્સમાં આ જ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં વેનેઝુએલાના માર્કો ડેનિસ બ્લેન્કોને 10-0થી હરાવ્યો, પરંતુ સેમિફાઇનલમાં ઇરાનના એસ બનિતાબા ખોરમ અબાદી સામે હારી ગયો હતો. પરમારને બંને મેચમાં એક-એક યલો કાર્ડ મળ્યું હતું. આજે કપિલ ભલે ગોલ્ડ ન લાવી શક્યો પરંતુ તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. તે જ સમયે, મહિલાઓની 48 કિગ્રા J2 વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં, ભારતની કોકિલાને કઝાકિસ્તાનની અકમરલ નૌતબેક સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતની પેરાલિમ્પિકમાં પહેલી વખત સૌથી વધુ મેડલ જીતી લીધા છે. હજુ બે દિવસ બાકી છે, ત્યારે કેટલા મેડલો જીતી લેશે, એ સમય જ કહેશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.