બ્રિટનને હરાવી ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં

2 min read
Thumbnail

ભારતીય ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. નિર્ધારિત સમય સુધી બંને ટીમો વચ્ચેનો સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે બ્રિટનને 4-2 થી હરાવ્યું હતું.

ચાર ક્વાર્ટરના અંતે બંને ટીમનો સ્કોર 1-1થી બરાબર હતો. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ ન હતી. એ પછી પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું હતું. ભારત આ મેચમાં 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું કારણ કે બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, ભારતીય ટીમે હાર ન માની અને અંત સુધી બ્રિટનને જોરદાર ટક્કર આપી હતી. ભારતની સેમિફાઇનલ મેચ 6 ઓગસ્ટ, મંગળવારે રમાશે.

હાફ ટાઈમ બાદ બંને ટીમો 1-1ની બરાબરી પર હતી. બીજા ક્વાર્ટરમાં ભારતના અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યું જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. ભારતે હરમનપ્રીત સિંહના શાનદાર ગોલના આધારે લીડ મેળવી, પરંતુ લી મોર્ટને ટૂંક સમયમાં બ્રિટન માટે ગોલ કરીને સ્કોર 1-1 પર બરાબરી પર લાવી દીધો હતો. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરીને 22મી મિનિટે 10 ખેલાડીઓ સાથે રમતી ભારતીય ટીમને 1-0ની લીડ અપાવી. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ સાતમો ગોલ હતો. મેચ રેફરીએ રોહિદાસને ઇરાદાપૂર્વક બ્રિટિશ ખેલાડીના માથામાં હોકી સ્ટિક વડે મારવા બદલ દોષી ઠેરવ્યા અને તેને લાલ કાર્ડ આપીને વિદાય આપી. પેરિસ ઓલિમ્પિકમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીને રેડ કાર્ડ આપવામાં આવ્યું હોય.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોને પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ કોઈ તેને ગોલમાં ફેરવી શક્યું નહીં. આ દરમિયાન ભારતના ગોલકીપર પીઆર શ્રીજેશે જોરદાર પ્રદર્શન કર્યું અને બ્રિટનના દરેક હુમલાને રોકવામાં સફળ રહ્યો. ભારતે સતત ત્રણ પેનલ્ટી કોર્નર જીત્યા હતા, પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યા ન હતા. ભારતે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે ટીમે નોકઆઉટ સ્ટેજમાં પણ તે ગતિ જાળવી રાખવી પડશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.