ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ક્યુબાની યુસ્નેલિસને 5-0થી હરાવીને મહિલા કુશ્તી 50 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આજે વિનેશ ફાઇનલમાં અમેરિકાની રેસલર સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે રિંગમાં ઉતરશે. વિનેશ ફોગાટ ગોલ્ડ જીતી લાવે એવી ગુજરાત 365 ની શુભેચ્છા.
ફાઇનલમાં પહોંચીને વિનેશ ફોગટ કમસે કમ સિલ્વર મેડલ તો જીતી જ લાવશે. વિનેશ ફોગટે બ્રિજભૂષણ સામેની સ્ત્રી સન્માનની લડાઇ લડનારી વિનેશ ઈતિહાસ રચીને ગોલ્ડ જીતે એવી શુભેચ્છા દરેક દેશવાસીના હૈયે છે. ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં વિનેશ ઓલિમ્પિક ફાઈનલમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હશે. ક્યુબન કુસ્તીબાજ વિનેશની સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સ્વાભાવિક રીતે જ તે શરૂઆતથી જ પરાજય સ્વીકારી રહી હોવાનું લાગતું હતું. યુસ્નેલિસ છેલ્લા 14 વર્ષમાં પહેલી વખત હારી છે. ઓલિમ્પિક વિજેતા પણ રહી છે, પરંતુ આજે વિનેશે તેની તાકાત દેખાડી દીધી હતી.
વિનેશે 3 મિનિટના પ્રથમ રાઉન્ડમાં 1-0ની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં, વિનેશે સારું ટેકડાઉન પ્રદર્શન કરીને વધુ 4 પોઈન્ટ મેળવ્યા. સમગ્ર મેચ દરમિયાન ભારતીય કુસ્તીબાજની સંરક્ષણાત્મક કુશળતા જોવા જેવી હતી. વિનેશે માત્ર શાનદાર રક્ષણાત્મક રમત જ દેખાડી એટલું જ નહીં પરંતુ વળતો હુમલો કરીને મેચ પર પ્રભુત્વ જમાવ્યું અને અંતે 5-0થી જીત મેળવી. વિનેશ હવે ફાઈનલ મેચમાં અમેરિકાની ટોકિયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સારાહ એન સામે ટકરાશે.
વિનેશ ફોગાટ ચોક્કસપણે ગોલ્ડ મેળવવાનું લક્ષ્ય રાખશે કારણ કે તેણે પ્રથમ રાઉન્ડની મેચમાં જ તેને હરાવીને ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયનને સ્તબ્ધ કરી દીધી હતી. વિનેશે તેની પ્રથમ રાઉન્ડની મેચમાં 4 વખતની વિશ્વ ચેમ્પિયન અને 2020 ટોકિયો ઓલિમ્પિકની સુવર્ણ ચંદ્રક વિજેતા યુઇ સુસાકીને 3-2 થી હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલ મેચમાં તેણે યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
વિનેશ ફોગાટ હવે 2016 રિયો ઓલિમ્પિકની નિરાશાને પાછળ છોડીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. વિનેશે રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે સ્પર્ધામાં આગળ વધી શકી નહોતી. તે સમયે વિનેશ પણ પેરિસ ઓલિમ્પિક 2024માં નિશા દહિયા સાથે જે રીતે મેટ પર બેસીને રડતી જોવા મળી હતી. વિનેશ હવે 7મી ઓગસ્ટે ફાઈનલ મેચ રમશે.
About Team gujarat365
Gujarat 365 team.