શાહરૂખ ખાનના અભિનયવાળી જવાન ફિલ્મે પહેલા જ દિવસે સૌથી વધુ કમાણી કરવાનો વિક્રમ રચ્યો છે. આ ફિલ્મે રીલીઝ થયાના પહેલા જ દિવસે 65.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રેકોર્ડ પહેલાં પઠાણ ફિલ્મના નામે હતો. પઠાણે પહેલા જ દિવસે સૌથી વધુ 55 કરોડની કમાણી કરી હતી.
'જવાન'એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. તે ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે દેશભરમાં પ્રથમ દિવસે હિન્દીમાં 65.5 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે તમિલ અને તેલુગુ વર્ઝન સહિત ઓપનિંગ ડે પર 'જવાન'નું કુલ કલેક્શન 74.5 કરોડ રૂપિયા છે. ઉપરાંતઆ ફિલ્મે પહેલા દિવસે 129.6 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે 'કિંગ ખાન' છે. સ્વાભાવિક રીતે, આ બમ્પર આંકડો જાણ્યા પછી, તમારા મનમાં પ્રશ્નો ઉભા થશે કે આ 74.5 કરોડ રૂપિયાની કમાણી કેવી રીતે કરી ?
300 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મમાં દક્ષિણના દિગ્ગજ સ્ટાર્સ જેમ કે નયનથારા, વિજય સેતુપતિ અને પ્રિયામણિ છે. આ કારણથી 'જવાન'ને દક્ષિણમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. સેકનિકના અહેવાલ મુજબ, 'જવાન'એ હિન્દી વર્ઝનથી 65.5 કરોડ રૂપિયા, તેલુગુ વર્ઝનથી 3.7 કરોડ રૂપિયા અને તમિલ વર્ઝનથી 5.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
શાહરૂખ ખાનની ફિલ્મે દેશમાં જ નહીં વિદેશમાં પણ બમ્પર કમાણી કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 દિવસ પહેલા જ અમેરિકામાં શરૂ થઈ ગયું હતું અને ત્યાં પણ તેણે રિલીઝ પહેલા જ જોરદાર કમાણી કરી લીધી હતી. તેને કારણે ઓપનિંગ ડે એટલે કે 7 સપ્ટેમ્બરે ફિલ્મે વિદેશમાં 39.60 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે ભારતમાં ગ્રોસ કલેક્શન રૂ. 90 કરોડ રહ્યું છે. આ રીતે, 'જવાન' એ પ્રથમ દિવસે 129.60 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન કર્યું છે.
About Team gujarat365
Gujarat 365 team.