સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કોણે કર્યો, એ જાણો

1 min read
Thumbnail

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે.

પ્રાથમિક માહિતી મુજબ એક અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસી ગયો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ. ઘટના સમયે અભિનેતાના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ ઘરમાં હાજર હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ઘૂસી આવનારનો નોકરાણી સાથે ઝઘડો થયો હતો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં ઘૂસી આવેલા ચોરોએ ચાકુથી હુમલો કર્યો છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બાંદ્રા ડીસીપીએ જણાવ્યું હતું કેએક અજાણ્યો વ્યક્તિ સવારે 2.30 વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. આ પછી સૈફને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ ઇજાઓ એટલી ગંભીર નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેને ચાકુના ઘા વાગ્યા હતા કે ઝપાઝપીમાં ઈજા થઈ હતી.

ANI અનુસાર, આ લડાઈ સૈફ અલી ખાનની નોકરાણી સાથે થઈ રહી હતી. જ્યારે સૈફ અલી ખાને આ લડાઈમાં દરમિયાનગીરી કરી ત્યારે તે વ્યક્તિએ તેના પર હુમલો કર્યોહતો.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.