એલન મસ્કે ટ્વીટરને નામશેષ કરવા લીધો આ નિર્ણય

1 min read
Thumbnail

એલોન મસ્ક થોડા વર્ષો પહેલા ટ્વિટર સંભાળ્યું હતું. આ પછી તેમણે નામ બદલીને 'X' કરી દીધું. નામ બદલી નાંખ્યા પછી લોગો બદલી નાંખ્યો હતો. હવે તેઓએ એક્સનુંનું URL બદલ્યું છે. તેનો અર્થ એ કે તમે ક્યાંય ટ્વિટર વાંચવા નહીં મળે. પરંતુ URL'X.com' થી શરૂ થવા જઈ રહ્યું છે.

જો તમે ટ્વિટરના URL પર જશો તો પણ તે સીધું 'X' પર ટ્રાન્સફર થઈ જશે. જ્યારે વેબ સંસ્કરણમાં પણ તમને યુઆરએલ x.com જ જોવા મળશે. આ એક મોટો નિર્ણય છે અને કંપનીએ તેનું URL સંપૂર્ણપણે ટ્રાન્સફર કરી દીધું છે. યાદ રહે કે એલન મસ્કે 14 એપ્રિલ 2022 ના રોજ ટ્વિટર હસ્તગત કરી લીધું હતું. ત્યારથી, તેમાંસતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને 23 જુલાઈ 2023 ના રોજ ટ્વિટરનું નામ બદલીને એક્સ કરી નાંખવામાં આવ્યું હતું.

ઈલોન મસ્કે પણ યુઆરએલ બદલવા અંગે ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે હવે તમને તમામ માહિતી ફક્ત X પર જ મળશે. વાસ્તવમાં પહેલા માત્ર ટ્વિટર યુઆરએલનો ઉપયોગ થતો હતો. Xએ તેની પોસ્ટમાં તેના યુઝર્સને પણ જાણ કરી છે કે URL બદલાઈ ગયો છે. આ સિવાય એલોન મસ્ક એપમાં ઘણા ફેરફારો પર પણ વિચાર કરી રહ્યા છે.

મસ્ક સ્માર્ટફોનમાં ઉપલબ્ધ એપને સુપરએપ બનાવવા પર વિચાર કરી રહી છે. હકીકતમાં, તેની મદદથી પેમેન્ટ પણ કરી શકાય એવી મસ્કની ઇચ્છા છે. આ સિવાય યુઝર્સને અહીં અન્ય સુવિધાઓ પણ મળી શકે છે, આની મદદથી લોકો જલ્દી જ ટ્રેન અને એર ટિકિટ બુક કરી શકશે. ઉપરાંત એપ પર ટૂંક સમયમાં ગેમિંગ સર્વિસ પણ શરૂ થવા જઈ રહી છે. યુટિલિટી આધારિત સેવા અંગે પણ આ જ બાબત કરવામાં આવી રહી છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.