આવતીકાલ 2 માર્ચે ભારતીય યુવા વિજ્ઞાનીઓનો ઓનલાઇન વાર્તાલાપ

2 min read
Thumbnail

28 મી ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. એ નિમિત્તે ખગોળશાસ્ત્રમાં વિવિધ સંશોધનો કરી રહેલા ભારતીય યુવા વિજ્ઞાનીઓ 2 માર્ચે ઓનલાઇન વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં થશે. સરળ ભાષામાં વિજ્ઞાનીઓ ખગોળશાસ્ત્રના વિવિધ વિષયો ઉપર વાર્તાલાપ કરી રહ્યા છે, ત્યારે રસ ધરાવનારાઓ તેમાં ઓનલાઇન ભાગ લઇ શકશે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ દેશમાં વિજ્ઞાન અંગે લોકોમાં જાગૃત્તિ લાવવાનો પણ દિવસ છે. એ દિવસની ઉજવણીના ભાગરૂપે એક ઓનલાઇન વાર્તાલાપનું આયોજન થયું છે. આ વાર્તાલાપનો મુખ્ય ઉદ્દેશ્ય ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન માટે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્લેટફોર્મ દ્વારા આપણા પીએચડી વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો તેમના કાર્યને તમારી સાથે શેર કરી કરશે.

આ વાર્તાલાપમાં અમેરિકાના NRAOના વિજ્ઞાની ડૉ. વિરલ પારેખ ખગોળશાસ્ત્રના નવા યુગ વિષે વાતો કરશે, એ ઉપરાંત આર.એ. અમદાવાદ યુનિવર્સિટીના ડૉ. પાર્થ બંભાનિયા બ્લેકહોલ અને તારાઓના જીવન અંગે, NRAO ના એજ્યુકેશનિસ્ટ વનશ્રી ભાલોટિયા બ્રહ્માંડને કઇ રીતે જોવું, NCRA માં પોસ્ટડોક કરતાં ડૉ. જાનકી રાસ્તે, સ્ટોકહોમ યુનિવર્સિટીના પી.એચડી. સ્ટુડન્ટ જયશીલ પટેલ એક્ઝોપ્લેનેટસ વીથજેમ્સવેબ સ્પેસ ટેલિસ્કોપ અને જેગિલોનિયન યુનિવર્સટીના પી.એચડી. સ્ટુડન્ટ સાગર સેઠી એસ્ટ્રોનોમીની સમાજ પર અસર અંગે વાર્તાલાપ કરશે.

આ વાર્તાલાપ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં થશે. વાર્તાલાપ પછી પ્રશ્નોત્તરી પણ કરી શકાશે. આ પ્રોગ્રામ શનિવારે ૨જી માર્ચ, 2024 ના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 5 થી 6.30 સુધી હશે. ઓનલાઇન પ્રોગ્રામ માટે ની ઝૂમ લિંક અહીં આપી છે - https://nraoedu.zoom.us/j/94926738195pwd=TjV2c0lhdnRFYTJjNk0zalBSdU0zQT09

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.