અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જ રહેશે. જો કે આ બે ઉમેદવારો ઉપરાંત બીજા નાના પક્ષો તથા અપક્ષોએ ઉમેદવારી કરી છે. આ ચૂંટણીની મતગણતરી મતદાન પુરૂં થયા બાદ શરૂ થતાં આવતી કાલે પરિણામ જાહેર થઈ જશે. યાદ રહે કે અમેરિકા શ્રીમંત તથા વિકસીત મહાસત્તા હોવા છતાં મતદાન ઈવીએમ મશીન દ્વારા થશે નહીં. આ ચૂંટણીનું પરિણામ તો 538 ઈલેક્ટ્રોલ મતદારો જ નક્કી કરશે.
અંદાજે 17 કરોડ મતદારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસના ભાવિનો નિર્ણય કરશે. તેમની વચ્ચે 26 લાખ ભારતીય મતદારો પણ છે. સૌથી વધુ ધ્યાન તે 7 સ્વિંગ રાજ્યોની 93 બેઠકો જ વિજેતા નક્કી કરશે.
મતદાન પૂર્ણ થયા પછી, બેલેટ પેપરની ગણતરી કરવામાં આવે છે. પવન ક્યા રસ્તે ફૂંકાઈ રહ્યો છે તે ચૂંટણીની રાત્રિના અંત સુધીમાં જાણી શકાય છે. મતદાન સામાન્ય રીતે સાંજે 6:00 થી 8:00 વાગ્યાની વચ્ચે બંધ થશે અને એ પછી ગણતરી શરૂ થશે અને 11 વાગ્યા સુધીમાં તોકોણ જીતી રહ્યું છે તે અનુમાન મળવા માંડશે.
ચૂંટણી પૂરી થતાંની સાથે જ એક્ઝિટ પોલ આવવા લાગે છે, જે મોટાભાગે પરિણામની નજીક હોય છે. પરંતુ કેટલીકવાર તેઓ વિપરીત પણ થાય છે, જેમ કે હિલેરી ક્લિન્ટનની ચૂંટણી દરમિયાન થયું હતું.
ચૂંટણી પ્રક્રિયાનો અંતિમ તબક્કો ડિસેમ્બરમાં આવે છે જ્યારે ઇલેક્ટોરલ કૉલેજ ઔપચારિક રીતે તેનો મત આપે છે. રાજ્યના ગવર્નર અથવા રાજ્યના સચિવ પરિણામો પ્રાપ્ત કરશે અને કોંગ્રેસ સત્તાવાર રીતે 6 જાન્યુઆરી, 2025 ના રોજ ચૂંટણી મતોની ગણતરી કરશે.
અમેરિકાના લોકો તેમના રાષ્ટ્રપતિને સીધા જ પસંદ કરી શકતા નથી. તેના બદલે, તેઓ ઇલેક્ટોરલ કૉલેજમાં મતદારોને મત આપે છે. આ મતદારો પાછળથી રાષ્ટ્રપતિની પસંદગી કરે છે.અમેરિકામાં કુલ 538 મતદારો છે, જે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના 435 સભ્યો, 100 સેનેટરો અને વોશિંગ્ટન ડીસીના 3 મતદારોના પ્રતિનિધિઓ છે. જે પણ ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટ મળશે તે સરકાર બનાવશે.
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લેશે. તેમનો કાર્યકાળ ચાર વર્ષનો છે.
About Team gujarat365
Gujarat 365 team.