નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ મુજબ ચંદ્રઘંટા માતા ખૂબ જ સૌમ્ય અને શાંત છે. ચંદ્રઘંટા માતાનું પૂજન કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે, ખુશી વધે છે અને સામાજિક પ્રભાવ પણ વધે છે.
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાનું મહત્વ છે. એ પૂજા માટે સવારે સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને માતાનું ધ્યાન કરો. પૂજા માટે મા ચંદ્રઘંટાની મૂર્તિને લાલ કે પીળા કપડા પર સ્થાપિત કરો. એ પછી માતાને કુમકુમ અને અક્ષત અર્પણ કરો અને વિધિ પ્રમાણે પૂજા કરો.માતા ચંદ્રઘંટાને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. માતાને દૂધથી બનેલી મીઠાઈ અને ખીર અર્પણ કરો. માતાને કેસરની ખીર ખૂબ જ ગમે છે. તમે માતાને લવિંગ, એલચી, પંચમેવા અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ પણ અર્પણ કરી શકો છો. માતા ચંદ્રઘંટાની પૂજામાં લાલ રંગના વસ્ત્રો પહેરવાથી માતા ચંદ્રઘંટા તમારા પરિવાર પર આશીર્વાદ આપે છે. તમારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તમારી પ્રગતિ થવા સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવો જોઈએ. એ જાપ નીચે મુજબ છે.
પિંડજ પ્રવરરુધા ચણ્ડકોપસ્ત્રકૈરિયુતા ।
પ્રસાદમ્ તનુતે મહાયમ્ ચન્દ્રઘન્તેતિ વિશ્રુતા ।
વંદે ઇચ્છિત લભય ચન્દ્રધકૃત શેખરામ.
સિંહરુધા ચન્દ્રઘણ્ટા યશસ્વનિમ્ ।
મણિપુર સ્તથાના તૃતીયા દુર્ગા ત્રિનેત્રમ.
રંગ, ગદા, ત્રિશૂળ, ધનુષ્ય, પદ્મ કમંડલુ ગુલાબ, વરાભિતાકરમ.
About Team gujarat365
Gujarat 365 team.