મે મહિનામાં ભીષણ ગરમીનો અનુભવ થતો હોય છે. હા, આ વર્ષે પણ તાપમાન વધી રહ્યું છે, પરંતુ ક્યાંક માવઠું પણ થઇ રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ 17 મી મે સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
આજે એટલે કે 15 મી મેના દિવસે હવામાન ખાતાની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો અને હળવો વરસાદ પડવાની સંભાવના છે. આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં મોરબી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
આવતી કાલ તા. 16 અને 17 મી મેના બે દિવસે પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો અને છુટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે ચિંતાજનક બાબત એ છે કે વરસાદ પડતાં પહેલાં ઝડપી પવન ફૂંકાવાની સંભાવના પણ છે. હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરીના પાકને નુકશાન થવાની ભીતિ છે. એ ઉપરાંત પવન અને વરસાદને કારણે ખેતીના બીજા પાકોને પણ નુકશાન થવાની આશંકા છે.
About Team gujarat365
Gujarat 365 team.