સુરત, નવસારી, બીલીમોરા અને ચીખલી સહિત દક્ષિણ ગુજરાતમાં જય રણછોડના ગગનનાદ સાથે રથયાત્રા નીકળી હતી. આજે સવારથી જ તેને માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી.
સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધી યોજાઈ હતી. હજારોની સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા. એ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ રથયાત્રામાં જોડાયા હતા. આખું શહેર જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા નીકળવાની હોય, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉપરાંત સુરતમાં સુરતના અમરોલી વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા લંકા વિજય હનુમાન મંદિર દ્વારા યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી. તમામ ભક્તોને મગ નો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.
નવસારીમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. નવસારીની રણછોડજી મહોલ્લા સ્થિત આવેલા ગાયકવાડ સમયના પૌરાણીક શ્રી રણછોડરાય મંદિરેથી ભગવાન જગન્નાથજી બળદેવજી અને બેન સુભદ્રાજીની નગરયાત્રા કાઢવામાં આવતાં નવસારીની પ્રજા ભક્તિમય માહોલમાં આનંદવિભોર બની જવા પામ્યુ હતું. ઉપરાંત ઇસ્કોન દ્વારા નવસારી સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી ના જય જયકાર સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
નવસારીમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. નવસારીની રણછોડજી મહોલ્લા સ્થિત આવેલા ગાયકવાડ સમયના પૌરાણીક શ્રી રણછોડરાય મંદિરેથી ભગવાન જગન્નાથજી બળદેવજી અને બેન સુભદ્રાજીની નગરયાત્રા કાઢવામાં આવતાં નવસારીની પ્રજા ભક્તિમય માહોલમાં આનંદવિભોર બની જવા પામ્યુ હતું. ઉપરાંત ઇસ્કોન દ્વારા નવસારી સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી ના જય જયકાર સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
ચીખલી રથયાત્રા રૂટ નાં તમામ માર્ગો ઉપર અષાઢી બીજ ના અવસરે ભાવિક ભક્તો ભગવાન નાં દર્શન ની ઝલક મેળવવા ઉમટી પડ્યાં હતાં. ૩૪ વર્ષો પરંપરા મુજબ ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા એ આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન ના ઘરઆંગણે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ રહે તેવા શુભ આશય સાથે ચીખલી ઇન્ચાર્જ પીઆઇ એ કે રાજપૂત, પીએસઆઇ એચ એસ પટેલ અને કડીવાલા તેમજ ૭૨ પોલીસ જવાનો એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમરોલી રણછોડરાય મંદિર થી સવારે ૧૦ કલાકે રથયાત્રા ની શરૂઆત બાદ સુથારવાડ, સોનીવાડ, ધોબીવાડ, ચંડીકા માતા મંદિર, મુખ્ય બજાર, વાણીયાવાડ, બગલાદેવ મંદિર, બસ ડેપો સર્કલ થઈ નિજ મંદિરે બપોરે ૧:૩૦ કલાકે પરત ફરી હતી. ભક્તો એ ભજન કીર્તન ગરબા, ભક્તિ ગીત સંગીત સાથે જયજયકાર કર્યો હતો.આ પ્રસંગે મંદિર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ વાણીયાવાડ માં ભગવાન નું ભવ્ય સ્વાગત કરી ભક્તો ને આઈસ્ક્રીમ વહેંચી હતી, પરંપરાગત પ્રસાદ અને મહાપ્રસાદ નો લ્હાવો લીધો હતો.
બીલીમોરા પશ્ચિમે દ્રારકાધીશ મંદિરે થી વર્ષોવર્ષ ની પરંપરા મુજબ અષાઢી બીજે ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતા. જે પશ્ચિમ થી પૂર્વ વિસ્તારમાં કોલેજ સુધી ના રાજમાર્ગો ઉપર ફરી હતી. શણગારેલા રથ, ભગવાન નું મનમોહક સ્વરૂપ, ભજનો ની રમઝટ, જય જગન્નાથ, જય રણછોડ ના નાદ અને સેંકડો ભક્તો ની ઉપસ્થિતી એ રાજમાર્ગો ઉપર આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. રથયાત્રા પશ્ચિમ થી પૂર્વ વિસ્તારમાં કોલેજ સુધી ના રાજમાર્ગો ઉપર ફરી પરત રેલ્વે ઓવરબ્રિજ, સ્ટેશન રોડ, તીન બત્તી, ગંગામાતામંદિર, લીમડા ચોક અને રાધેશ્યામ મંદિર થઈ નિજ મંદિરે પહોંચી હતી.
About Team gujarat365
Gujarat 365 team.