ગુજરાતી કલાકાર ખજૂરભાઈના હસ્તે રેડ & વ્હાઇટ સંસ્થાની યોગી ચોક બ્રાન્ચનું રી-ઓપનિંગ

1 min read
Thumbnail

આજે રેડ વ્હાઇટ મલ્ટીમીડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સુરતના યોગી ચોક બ્રાન્ચની ગુજરાતી હાસ્ય કલાકાર અને સમાજ સેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં રી-ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.

ખજૂરભાઈએ ટીમ સાથે સંપૂર્ણ બ્રાન્ચની વિઝિટ લઇ સુરત તેમજ ગુજરાતના લોકોને સ્કિલ બેઇઝડ એજ્યુકેશન સાથે જોડાઈ ગુજરાતના વિકાસ અને સમાજલક્ષી કાર્ય કરવાના સંદેશ આપ્યા હતા. આ ઉપરાંત છે રેડ & વ્હાઇટ સંસ્થાના મોડર્ન ઇન્ફ્રા. ટેક્નિકલ સુવિધાઓથી સંપન્ન પ્રેક્ટિકલ લેબ અને કલાસરૂમ તેમજ ફેશન ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટની વિઝીટ લઇ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સ્કિલફૂલ અને સિકયોર છે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભાલાળા, એપ્પલ લાઈફસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચેરમેન દિપકભાઈ શેઠ, અઝમેરા ફેશનના ફાઉન્ડર અજયભાઇ , પ્રોફેશનલ મુવી પોસ્ટર ડિઝાઈનર મોહિત રાજપૂત, અશ્વી કન્સલ્ટન્સીના ફાઉન્ડર ગણપતભાઈ ધામેલીયા સાથે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીના વિવિધ અગ્રણી, સમાજ સેવકો, વિવિધ શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.