પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ, ગુજરાતમાં પડશે કેવો વરસાદ ?

1 min read
Thumbnail

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કોંકણ પ્રદેશ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં રવિવારે વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. અનેક વાહનો કાટમાળમાં ફસાઈ ગયા હતા. પડાવબલ પાસે કાટમાળના કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના કારણે કાશ્મીર ખીણનો લદ્દાખ સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે મોડી સાંજે કાટમાળ હટાવીને આ રોડ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. તે જ સમયે, હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. મંડીના રાજબનમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કોંકણ પ્રદેશ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું કે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કેરળ, કોસ્ટલ કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં બે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.