સુરતમાં જનરેશન ગેપ ઘટાડવા રેડ એન્ડ વ્હાઇટે આ સરાહનીય કામ કર્યું

1 min read
Thumbnail

શહેરના સીમાડા વિસ્તારની યુરો સ્કૂલ ખાતે રેડ & વ્હાઇટ મલ્ટિમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાળકો અને વાલીઓ વચ્ચેનો જનરેશન ગેપ ઘટાડવા બોડી લેન્ગવેજ પ્રોફેશનલ ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકર શેતલ ગોંસાઇ થકી 'બોડી લેન્ગવેજ સાયન્સ' સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી બોડી લેન્ગવેજની ટ્રેનિંગ, લાઈફ સ્કિલ & સોફ્ટ સ્કિલ મેન્ટોરના વિશેષ સેશનથી માહિતગાર થયા હતા. આ ઉપરાંત સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સોફ્ટ સ્કિલ તરીકે છેલ્લા 21 વર્ષનો અનુભવ ધરાવનારા અને 32000થી વધુ કન્યાઓને બોડી લેન્ગવેજ સેમિનાર થકી અઘટીત ઘટનાથી ઉગારનાર શેતલ ગોંસાઇએ વાલી અને વિદ્યાર્થીઓને સંયુક્ત રીતે વિવિધ ઉદાહરણો અને રિયલ ફેક્ટ્સ આપી જનરેશન ગેપના કારણો અને ઉકેલો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત બોડી સિગ્નલ્સના માધ્યમથી લાઈફ સ્કિલની તકનીકો બતાવી હતી. આ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસીયાએ 'સબંધોનો સેતુ' વિષય અંતર્ગત જણાવેલી સત્ય ઘટનાઓથી ઉપસ્થિત તમામની આખોં ભીંજાઈ હતી.

આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર, રેડ & વ્હાઇટ સંસ્થાના ફાઉન્ડર હિતેશભાઈ દેસાઈ અને હસમુખ રફાળિયા, યુરો સ્કૂલના આચાર્ય રિતુબેન હુરિયા,વિવિધ સ્કૂલ અને ક્લાસિસના સંચાલકો, સંસ્થાના વિવિધ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.