વિખ્યાત લોક કલાકાર પદ્મભૂષણ શારદા સિંહાનું નિધન

1 min read
Thumbnail

છઠ તહેવારનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે જ છઠ તહેવાર દરમિયાન ભાવપૂર્ણ ગીતો આપનારા 72 વર્ષના વિખ્યાત લોક કલાકાર શારદા સિંહાનું નવી દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું છે. તેઓ 2018 થી મલ્ટિપલ માયલોમા નામના બ્લડ કેન્સરથી પીડાતા હતા. સોમવારે તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શારદાનો જન્મ 1 ઓક્ટોબર, 1952ના રોજ બિહારના સુપૌલ જિલ્લાના હુલાસમાં થયો હતો.બિહાર કોકિલા તરીકે જાણીતી શારદાએ મૈથિલી લોકગીતો ગાઈને તેની સંગીત યાત્રા શરૂ કરી હતી. અલ્હાબાદમાં પ્રયાગ સંગીત સમિતિ દ્વારા આયોજિત બસંત મહોત્સવમાં તેમણે વસંતના આગમનની ઉજવણી કરતા લોકગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શારદા સિન્હા પણ છઠ પૂજા દરમિયાન એક અગ્રણી કલાકાર રહી છે, જ્યાં તેમના ગીતો તહેવારોનો અભિન્ન ભાગ બની ગયા છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.