બુલેટ ટ્રેનનું સુરત સ્ટેશનને ડાયમંડનો વૈભવ

2 min read
Thumbnail

બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં નદીઓ પર 12 પુલો બંધાઈ ગયા છે. હવે ફક્ત 8 પુલો તૈયાર કરવાના બાકી રહે છે. પહેલા તબક્કામાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડવાની છે, ત્યારે એ વિસ્તારના કામ બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. સુરતમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે, તેને ડાયમંડનો ઓપ અપાઈ રહ્યો છે. એ ઉપરાંત સ્ટેશન પર આવજાવ માટે એસ્કેલેટર પણ લાગી રહ્યા છે.

અંત્રોલી ખાતે બુલેટ ટ્રેનનું સુરત સ્ટોપેજ બની રહ્યું છે. સુરત સ્વાભાવિક રીતે હીરા માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે એ સ્ટેશનને ડાયમંડનો ઓપ અપાય તો સુરતની ઓળખનું પણ પ્રતિક બની જાય. એ કારણસરથી જ અંત્રોલી ખાતે બુલેટ ટ્રેનના સ્ટેશન બહારથી હીરાના આકારનું બની રહ્યું છે. સુરત સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર, કોન્કોર્સ એરિયા અને પ્લેટફોર્મ લેવલના નિર્માણ બાદ હવે સ્ટેશનના આગળના ભાગને ડાયમંડનું રૂપ આપવાનું કામ શરૂ થયું છે. બીજી તરફ સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા માટેની એસ્કેલેટર સહિતની મશીનો સુરત સ્ટેશને પહોંચી ગઈ છે.

સુરત સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર, કોન્કોર્સ એરિયા અને પ્લેટફોર્મ લેવલના નિર્માણ બાદ હવે સ્ટેશનના આગળના ભાગને ડાયમંડનું રૂપ આપવાનું કામ શરૂ થયું છે. બીજી તરફ સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા માટેની એસ્કેલેટર સહિતની મશીનો સુરત સ્ટેશને પહોંચી ગઈ છે.

એ સાથે જ હવે સુરત અને બીલીમોરા વચ્ચેના રૂટનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. એ ઝડપ જોતાં આવતા વર્ષે એટલો રૂટ શરૂ થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી. ગુજરાતમાં નદીઓ પરના 12 પુલ તૈયાર થઈ ગયા છે, તેમાંથી 6 પુલ તો એકલા નવસારી જિલ્લામાં જ બનીને તૈયાર થઈ ગયા છે. હવે બીજા કામો પણ શરૂ થઈ ગયા છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.