ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ માટે જાણીતા નવસારી નજીકના દાંડીના દરિયામાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓ ડુબ્યા હતા. જો કે આજે બપોરે ડુબવા માંડેલા સહેલાણીઓને બચાવવા માટે હોમગાર્ડ તથા પોલીસે પ્રયાસ શરૂ કરતાં ત્રણને બચાવી લેવાયા હતા. અન્ય 4 સહેલાણીઓને શોધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
આજે રવિવાર હોવા સાથે વેકેશન હોવાને કારણે અનેક સહેલાણીઓ દાંડીના દરિયાકાંઠે ફરવા નીકળ્યા હતા. દરિયાકાંઠે અનેક લોકો પાણીમાં પહોંચતા હોય છે. એક પૈકી ત્રણ પરિવારના સાત લોકો પણ દરિયામાં પહોંચ્યા હતા. પરંતુ પાણી વધી ગયા બાદ તેઓ ગરક થઇ ગયા હતા. તેમને ડુબતા જોઇને કિનારા પરના લોકોએ બુમાબુમ કરી મુકતાં પોલીસ જવાનો અને હોમગાર્ડોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. જો કે અન્ય 4 હજુ લાપત્તા છે, જેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે. ન્હાવાની મોજ માણનારાઓમાંથી વિપુલ હળપતિ, રાકેશ અને આતિશને પોલીસ તથા હોમગાર્ડે બચાવી લીધા હતા. જ્યારે દુર્ગા, યુવરાજ અને અન્ય બે લોકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.
About Team gujarat365
Gujarat 365 team.