સુરતની લક્ઝરી બસ સાપુતારાની ખાઇમાં પડી, બે બાળકોના મોત

2 min read
Thumbnail

સાપુતારા ઘાટ માર્ગમાંથી 60 મુસાફરને લઈ પરત ફરતી સુરતની લક્ઝરી બસ ખીણમાં પલટી જતાં સુરતના બે બાળકનાં મોત થયા હતા.

રવિવારે સાંજે સુરતના બાપા સીતારામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ 60 પ્રવાસી સાથે પરત ફરી રહી હતી. એ દરમિયાન સાપુતારાના ઘાટ માર્ગમાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં લક્ઝરી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે ત્યાંથી પસાર થતાં લોકો મદદે દોડી આવ્યા હતા. દરમિયાન 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં બે બાળકનાં મોત નીપજ્યાં હોવાની વિગત સાંપડી છે.

રવિવારે સાપુતારા ફરવા આવેલા સુરતના ચોક બજાર-ઉધનાના પ્રવાસીઓની બાપા સીતારામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં.(જી.જે 05 બી. ટી.9393) સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે વળાંક લેતી વેળા રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ લક્ઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં સંરક્ષણ બસ દીવાલ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. લક્ઝરી બસના ચાલકે અન્ય વાહનને ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત સજાર્યો હોવાનું કહેવાય છે. આ લક્ઝરી બસમાં અંદાજિત ૭૦ પ્રવાસી સવાર હતા. અકસ્માત સર્જાતા જ સાપુતારા ફરવા આવેલા અન્ય પ્રવાસીઓ વાહન રોકી મદદ માટે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સાપુતારાના પી.એસ.આઇ. ભોયા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એ દરમિયાન 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને શામગહાન સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં બે બાળકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સાંપડી છે. આ મામલે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસમાં પ્રવાસ કરનારા સુરતના રાણીતળાવ, સૈયદપુરા, પમ્પીંગ, નટરાજ કમ્પાઉન્ડ, હોડી બંગલા વિસ્તારના લોકો છે. મૃતકોમાં 7 વર્ષની અતિફા અસ્ફાક શેખ અને 3 વર્ષનો ઉંમરભાઇ અસ્ફાક શેખનું મૃત્યુ થયું હતું.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.