સામાન્ય રીતે મેટ્રો ટ્રેનનું સ્ટેશન તેના ટ્રેકની નીચે પહેલા માળે હોય છે. ત્યાંથી બીજા માળ પર આવતી ટ્રેન પકડી લેવાની હોય છે. સ્ટેશનમાં ટિકિટ બારી તથા વેઇટીંગ સ્પેસ હોય છે. પરંતુ સુરતનું એક અનોખું મેટ્રો સ્ટેશન એવું છે, જેનો ટ્રેક એક લાઇન પર છે, તો તેનાથી સામેની બાજુએ સ્ટેશન આવેલું છે ! વાત અહીં સુરત મેટ્રો ડાયમન્ડ રૂટની છે.
ડાયમન્ડ રૂટની મેટ્રો ડાયમન્ડ બુર્સ સુધી જાય છે. એ ટ્રેક ભટાર નજીક રૂપાલી નહેર પાસેથી પસાર થાય છે. સરથાણા, કાપોદ્રા, સુરત રેલવે સ્ટેશન થઈને ચોક અને મજુરા ગેટથી ડાયમન્ડ બુર્સ સુધી જતો આ રૂટ રૂપાલી નહેર પાસેથી પસાર થાય છે. પરંતુ ભટારનો આ વિસ્તાર ખૂબ જ વસ્તીવાળો વિસ્તાર છે. સામાન્ય રીતે મેટ્રોનું સ્ટેશન પહેલા માળે બનતું હોય છે અને તેના ઉપરથી બીજા માળની ઊંચાઈએ મેટ્રો પસાર થાય એવું આયોજન હોય છે.
પરંતુ ભટારમાં સ્ટેશન બનાવી શકાય એટલી જગ્યા મળે એમ નથી, તેથી પરંતુ ભટાર વિસ્તારમાં આ મેટ્રો ભટાર તરફ દોડશે, જ્યારે તેનું સ્ટેશન બીઆરટીએસ કેનાલ રૂટ પર બની રહ્યું છે. મતલબ કે મેટ્રો ટ્રેકની નીચે અહીં સ્ટેશન નહીં બને. કેનાલ રૂટ પરની બીઆરટીએસ રૂટમાં આ સ્ટેશન બની રહ્યું છે.
એ સ્ટેશન પહેલા માળની ઊંચાઈએ બની રહ્યું છે. મુસાફરોએ ત્યાંથી ટિકિટ લઈને ભટારની દિશામાં જઈને મેટ્રો પકડી પડશે. આખા સુરતમાં મેટ્રોની ટ્રેકની નીચે જ સ્ટેશન બનાવાયા છે, પરંતુ આ એક માત્ર સ્ટેશન એવું છે, જ્યાં ટ્રેક અને સ્ટેશન અલગ અલગ છે.
About Team gujarat365
Gujarat 365 team.