ઉત્તરપ્રદેશમાં એક સાથે 10 નવજાત બાળકોને મોત કેમ ભરતી ગયું

1 min read
Thumbnail

ઝાંસીની લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં 10 નવજાત બાળકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ થયા છે. પ્રાથમિક તબક્કે આગ લાગવા માટે શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું કહેવાય છે.

સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને 12 કલાકમાં રિપોર્ટ માંગ્યોછે. ડેપ્યુટી સીએમ અને આરોગ્ય મંત્રી બ્રિજેશ પાઠક આરોગ્ય વિભાગના અગ્રસચિવ સાથે ઘટના સ્થળે જવા રવાના થયા હતા.

આ અકસ્માતમાં દાઝી ગયેલા બાળકોમાં ઝડપથી ચેપ ફેલાવાની આશંકા છે. ત્યાં હાજર લોકો માંગ કરી રહ્યા છે કે આ બાળકોને ઝાંસીની જગ્યાએ લખનૌ મેડિકલ કોલેજ મોકલવામાં આવે. આમાંના ઘણા બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે. અધિકારીઓના દાવા પ્રમાણે લગભગ 16 બાળકો ઘાયલ થયા છે.

સવાલ એ ઊભો થાય છે કે બાળકોના આ આઈસીયુ વિભાગમાં શું આગ ઓલવવાના પૂરતા સાધનો નહોતા. આગ લાગી ત્યારે પરિવારના ઘણા સભ્યો તેમના બાળકો સાથે હાજર હતા. તેમાંથી મોટા ભાગનાએ ત્યાં દાખલ થયેલા બાળકોને બહાર કાઢ્યા હતા.

ઝાંસી મેડિકલ કોલેજના એનઆઈસીયુ વોર્ડમાં નજીકના જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોના બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી બાળકોના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો કારણ કે મૃત્યુ પામેલા બાળકોની ઓળખ બહાર આવી ન હતી. આ લોકોને ખબર નહોતી કે તેમનું બાળક સુરક્ષિત છે કે નહીં.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.