પૃથ્વીમાં સમાયેલો છે બીજો એક ગ્રહ !

1 min read
Thumbnail

મંગળને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવામાં આવે છે. પરંતુ પૃથ્વી એક ગ્રહ નહીં, પણ તેમાં બીજો એક ગ્રહ પણ છે. પૃથ્વીમાં બીજા એક ગ્રહનો પણ હિસ્સો છુપાયેલો છે. આ હિસ્સો આફ્રિકા અને પેસેફિક મહાસાગરની નીચે છે. એમ માનવામાં આવે છે કે પૃથ્વી સાથે કોઇ ગ્રહ અથડાયો હશે અને એ સમયે એ ગ્રહ પૃથ્વીમાં સમાઇ ગયો હશે અને તેને કારણે જ ચંદ્રનો જન્મ થયો હશે.

જ્યારે પૃથ્વીનો પિંડ બંધાઇ રહ્યો હતો, ત્યારે લગભગ 450 કરોડ વર્ષ પહેલાં થીયા નામનો એક નાનકડો ગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો. એ ઘટનાને થીયા ઇમ્પેક્ટ કહેવામાં આવે છે. આ અથડામણને કારણે જ ચંદ્ર પેદા થયો હતો. પરંતુ એ અથડામણમાં થીયોનો કેટલોક હિસ્સો પૃથ્વીમાં સમાઇ ગયો હતો. થીયા ગ્રહનો એ હિસ્સો આજે પણ આફ્રિકા અને પેસેફિક સમુદ્રની નીચે છે. થીયા શબ્દ ગ્રીક ટાઇટનના નામ પરથી બન્યો છે. ધરતી સાથેના મિલન બાદ સેલીન નામની દીકરીનો જન્મ થયો હતો. જે ખરેખર તો ચંદ્રની દેવી છે. ખેર, ચંદ્ર પેદા થયા બાદ ધરતીની સાથે તે લયબદ્ધ તરીકે ઘૂમતો થયો તેમાં થીયાની અથડામણનો મોટી ભૂમિકા છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.