ઉત્તરાખંડમાં બસ ખાઈમાં પડતાં 38 ના મોત

1 min read
Thumbnail

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના સોલ્ટમાં આજે એક મોટા માર્ગ અકસ્માતમાં 38 ના મોત થયા હતા.

આજે સવારે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના સોલ્ટ ખાતે એક બસ સોલ્ટમાં લગભગ 150 મીટર ઉંડી ખાઈમાં પલ્ટી ગઈ હતી. બસ ખાઈમાં પડતાં અત્યાર સુધીમાં 38 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ અને SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. આજે એક બસ મર્ચુલા પાસે કુપી રોડ પર સોલ્ટથી રામનગર જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ખાઈમાં ખાબકી હતી. માહિતી મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.