શાહરૂખનો આ ડાયલોગ કેમ ખૂબ વાયરલ થયો, જાણો કારણ

2 min read
Thumbnail

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તે રિલીઝ થતાની સાથે જ ટ્વિટર પર લોકપ્રિય થઈ ગયું છે. ખાનનો એક ડાયલોગ પણ ખૂબ વાઇરલ થયો છે, તેની પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી ઉઠો એમ છે.

' બેટે સે અડને સે પહેલે બાપ સે બાત કરો...' ડાયલોગ તેના ટ્રેલરની જેમ ખૂબ વાયરલ થયો છે. સ્વાભાવિક છે કે ટ્વિટર યુઝર્સ વાઇરલ થઇ રહેલા ડાયલોગને સમીર વાનખેડે સાથે જોડી રહ્યા છે અને ખૂબ જ મજા કરી રહ્યા છે.

તમને યાદ હશે જ કે તે શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં એનસીબીના તત્કાલિન ઝોનલ ડિરેક્ટર સમીર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સમીર વાનખેડે દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે કિંગ ખાન ફિલ્મ 'જવાન'નું શૂટિંગ કરી રહ્યો હતો. બાદમાં આર્યનને આ કેસમાં ક્લીનચીટ મળી હતી અને સમીર હાલમાં 25 કરોડ રૂપિયાના લાંચના કેસનો સામનો કરી રહ્યો છે.

શાહરૂખના એ ડાયલોગને લોકો માણી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર તે અંગે પ્રતિક્રિયા પણ આવી રહી છે. 'જવાન'ના એક સીનમાં શાહરૂખ ખાન કહેતો જોવા મળે છે કે, 'બેટે કો અડને સે પહેલે બાપ સે બાત કરો... ‘ટ્વિટર યુઝર્સની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. એક યુઝરે લખ્યું, 'અમે જાણીએ છીએ કે આ કોના માટે બોલવામાં આવ્યું છે.' બીજાએ લખ્યું, 'આ સમીર વાનખેડે માટે ચેતવણી છે.'

જવાનનું ટ્રેલર સોશિયલ મીડિયા પરગુરૂવારે 31 ઓગસ્ટ 2023 બપોરે 12 વાગ્યે યુટ્યુબપર રિલીઝ કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન ફિલ્મમાં પિતા અને પુત્ર એમ બે પાત્રો ભજવતો જોવા મળશે. આમાં વિજય સેતુપતિ વિલનના રોલમાં છે અને નયનતારા, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ પણ છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.